Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 286 રન કર્યા : ભારતને સીરીઝ જીતવા 287 રનનો આપ્યો લક્ષ્‍‍યાંક

મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી: સ્ટીવ સ્મિથે 131 રન ફટકાર્યા : માર્નસની 54 રનની ઈનિંગ

બેંગ્લુરુ :ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ બેંગલુરુનાં કેએમ ચિન્નાસ્વામી સ્ટેડિયામ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉકરી ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા છે. જ્યારે યજમાન ટીમને સિરીઝ જીતવા માટે 287 રનનો વિક્રમજનક લક્ષ્‍યાંક આપ્યો છે.

ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી સર્વાધિક ઈનિંગ વિસ્ફોટક બેટ્સમેન સ્ટિવ સ્મિથે કર્યો હતો. સ્ટિવની 131 રનની ઈનિંગમાં 1 છગ્ગો અને 14 છગ્ગા ફટકાર્યા હતા. સ્મિથે પોતાની વનડે કેરિયરની 9મી સદી ફટકારી હતી. આ સિવાય માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી હતી. માર્નસની 54 રનની ઈનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ભારતીય બોલિંગ પાવરની વાત કરી એ તો મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે નવદિપ સૈની અને કુલદિપ યાદવને 1-1 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાને ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચની ઓપનિગં જોડી સાથે સારી શરૂઆતની આશા હતી. પરંતુ તે મુજબ થયું નહી.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગની ચોથી ઓવરમાં જ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ કાંગારૂ ટીમને પહેલો ઝટકો આપ્યો ડેવિડ વોર્નરે કેએલ રાહુલને કેચ આપી દીધો અને ફક્ત 3 રને વોર્નર અને ફિંચ 19 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે માર્નસ લાબુશેન 54 રને આઉટ થયા. જાડેજાની બોલ પર કોહલીએ લાબુશનો કેચ ઝડપ્યો હતો. લાબુશે કારકીર્દીની પ્રથમ અડદી સદી ફટકારી હતી. લાબુશેન અને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 127 રનની ભાગીદારી નોંધાવી હતી.

(7:56 pm IST)