Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ન્યુઝીલેન્ડનો પ્રવાસ : ટેસ્ટ માટે આવતીકાલે ટીમ જાહેર થશે

રાહુલની ટેસ્ટ અને હાર્દિક પંડ્યા ની વનડેમાં વાપસી થશે : ટી-૨૦ ટીમ જાહેર કરાયા બાદ ટેસ્ટની ટીમ જાહેર કરાશે

બેંગલોર, તા. ૧૮ : જેની ઉત્સુક્તા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે ટીમની જાહેરાત આવતીકાલે કરવામાં આવનાર છે. ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે રાહુલ પણ હવે દાવેદાર બની ગયો છે. પસંદગીકારો વનડે ટીમના પસંદગી કરતા પહેલા હાર્દિક પંડ્યાની ફિટનેસ ઉપર પણ ધ્યાન આપનાર છે. રાહુલ ટી-૨૦ અને વનડે ક્રિકેટમાં નિયમિત રીતે રમી રહ્યો છે. જોકે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ તે ટેસ્ટ ટીમમાંથી તે આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં પૃથ્વીસાવ અને શુભમન ગીલ પર તે ભારે દેખાઈ રહ્યો છે. કુલદીપ યાદવના સ્વરૂપમાં ત્રીજા સ્પિનર રાખવાના બદલે ઝડપી બોલર સૈનીને વધારાના ઝડપી બોલર તરીકે તક મળી શકે છે. અશ્વિન અને જાડેજા પૈકી કોઈ એકને અંતિમ ઇલેવનમાં તક મળી શકે છે. બોલરોને લઈને પણ કોઈ દુવિધા દેકાઈ રહી નથી. રહાણેના નામ ઉપર પણ વિચારણા થઈ શકે છે. રહાણેને કેદાર જાદવની જગ્યાએ પસંદ કરવામાં આવી શકે છે.

                  સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, કેદાર ચોક્કસ પણે ૨૦૨૩ના વર્લ્ડ કપમાં રમી શકે છે. હવે બોલિંગ પણ કરી શકે છે. ટી-૨૦ ટીમમાં હાલમાં સામેલ નથી. જેથી ન્યુઝીલેન્ડ માટે જતી ટીમમાં તેની પસંદગી થઈ શકે છે. છેલ્લા રવિવારના દિવસે ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી-૨૦ ટીમની પસંદગી કરવામાં આવી હતી. ટી-૨૦ ટીમની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે આવતીકાલે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવનાર છે. આમા કેટલાક દાવેદારો દેખાઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને પણ તમામની નજર કેન્દ્રિત થઈ ચુકી છે. સુર્ય કુમાર પણ પ્રબળ દાવેદાર દેખાઈ રહ્યો છે. કોહલીના નેતૃત્વમાં ટીમ ન્યુઝીલેન્ડ જશે.

(8:01 pm IST)