Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અંડર-18 ટેબલ ટેનિસમાં માનવ ઠક્કર બીજા ક્રમે

નવી દિલ્હી:સુરતનો માનવ ઠક્કર અંડર-૧૮નો વિશ્વનો બીજા ક્રમાંકિત ટેબલ ટેનિસ ખેલાડી બન્યો છે. ઇન્ટર નેશનલ ટેબલ ટેનિસ ફેડરેશને જાહેર કરાયેલ ક્રમાંકમાં તેઇપેઇનો લી ચાંગ વર્લ્ડ નંબર વન છે. માનવ આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી છે. વર્ષ ૨૦૧૭માં માનવ ઠક્કરે આઇટીટીએફ વર્લ્ડ જુનિયર સર્કિટ ટુર્નામેન્ટમાં ભારત અને સ્લોવેનિયાની ટુર્નામેન્ટ જીતી હતી જ્યારે સર્બિયા અને થાઇલેન્ડમાં તે રનર્સ અપ રહ્યો હતો. ભારતમાં તે સીમાસ્ટર વર્લ્ડ ટુરમાં તેમજ સ્પેન, થાઇલેન્ડમાં રમાયેલી ચેલેન્જ સર્વિસ ઇવેન્ટ પણ રમ્યો હતો. માનવ ઉપરાંત વડોદરા સ્થિત માનુષ શાહ વર્લ્ડ રેન્કીંગમાં ૩૩માં ક્રમે પહોંચી ગયો છે. ગુજરાત ટેબલ ટેનિસ એસો. બંનેને અભિનંદન આપીને ગૌરવ વ્યક્ત કર્યું હતું.

(5:15 pm IST)