Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મલેશિયા માસ્ટર્સમાં પ્રણિત,અશ્વની અને રેડ્ડીની હાર

નવી દિલ્હી: ભારતીય શટલર બી.સાઈ પ્રણિત તથા અશ્વની પોનપ્પા અને એન.સિક્કી રેડ્ડીની મહિલા યુગલ જોડી આજે મલેશિયા માસ્ટર્સમાંથી બહાર થઇ ગઈ છે. મલિશિયા માસ્ટરર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં બી સાઈ પ્રણીતની ટક્કર ડેન્માર્કની વિકટર એક્સેલ્સન સાથે થઈ હતી. જેમાં 27 મિનિટ ચાલેલ મેચમાં પ્રણીતને 21-17,21-8થી હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા યુગલ જોડી અશ્વની પોનપ્પા અને રેડ્ડીને ડેન્માર્કની જોડી કામિલ રાઇટર અને ક્રિસ્ટિના પેડર્સને 35 મિનિટમાં 15-21,15-21થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી.

(5:14 pm IST)