Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના

નવી દિલ્હી: ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના ફ્રાંસિસી પાર્ટનર એડુર્ડ રોજર-વાલેલીન સાથે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ટુર્નામેન્ટના 10મી સીડ ભારતીય-ફ્રાંસિસી જોડીએ પુરુષ યુગલ વર્ગના બીજા રાઉન્ડમાં પુર્તગાલના જોઆઓ સોઉસા અને લિયોનાદેર મયેરની જોડીને માત આપી હતી. બોપન્ના-રોજરની જોડીએ સોઉસા અને મયેરની જોડીને 6-2,7-6થી હરાવી હતી. પહેલા સેટમાં તો બોપન્નાની જોડીને સરળતાથી જીત મળી હતી પણ બીજા રાઉન્ડમાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

(5:14 pm IST)