Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ધરમપુરના દિવ્યાંગ યુવાન ગણેશે ૬૯ બોલમાં ૧૧૨ રન ફટકાર્યા : મેન ઓફ ધ મેચ જાહેરઃ શનિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ફાઈનલ

વલસાડઃ દુબઈમાં રમાઈ રહેલી બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં વલસાડના ધરમપુરના એક નાના એવા ગામનો દિવ્યાંગ યુવાન ગણેશે ભારતીય ટીમ વતી રમીને ગૌરવ અપાવ્યું છે તેણે ગઈકાલે બાંગ્લાદેશ સામે ૬૯ બોલમાં ૧૧૨ રન ફટકારી ભારતની જીત મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને મેન ઓફ ધ મેચ થયો હતો. હવે શનિવારે પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં પણ પોતાનો દેખાવ જાળવી રાખે તેવી વલસાડ જિલ્લાવાસીઓ આશા સેવી રહ્યા છે. કોણ છે ગણેશ મહૂડકર ધરમપુરના અંબા જંગલનો રહેવાસી છે.આવધા ગામ તેનું વતન છે.

(12:33 pm IST)