Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સૈયદ મુસ્‍તાક અલી ટુર્નામેન્‍ટમાં પૃથ્‍વીએ ફિફટી મારી કમબેક કર્યુ

મુંબઈ : પૃથ્‍વી શોએ સૈયદ મુસ્‍તાક અલી ડોમેસ્‍ટીક ટી-૨૦ ટુર્નામેન્‍ટમાં ફીફટી કરી જબરદસ્‍ત કમબેક કર્યુ છે. તેણે મુંબઈ માટે ૩૨ બોલમાં ફીફટી મારી હતી. ૩૦ જુલાઈએ તેને આઠ મહિના માટે બીસીસીઆઈ દ્વારા બેન કરવામાં આવ્‍યો હતો. કફસીરપને કારણે ડોપીંગ ટેસ્‍ટમાં તે ફેલ થયો હતો. આથી તેને બેન કરવામાં આવ્‍યો હતો. જો કે તે ગઈકાલની મેચમાં રમી શકે એવુ હોવાથી તેનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. કમબેક દ્વારા તેણે કરી દેખાડયુ છે કે તેના કરતા તેની બેટ વધુ બોલે છે.

(2:27 pm IST)