Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ટોક્‍યોમાં ઇન્‍ડિયાને ગર્વ થાય એ માટે તમામ પ્રયત્‍ન કરીશ : બજરંગ પુનિયા

ઇન્‍ડિયન સ્‍ટાર રેસલર બજરંગ પુનિયાનું કહેવું છે કે ટોક્‍યો ઓલિમ્‍પિકમાં ઇન્‍ડિયાને ગર્વ થાય એ માટે તે ખૂબ જ મહેનત કરશે. દુબઈમાં યોજાયેલા ઇન્‍ડો અરબ લીડર્સ સમીટ એન્‍ડ અવોર્ડ્‍સ ૨૦૧૯માં બજરંગ અને વર્લ્‍ડ પાવરલિફિ્‌ટંગ ચેમ્‍પિયન મહંત ગૌરવ શર્માનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઇવેન્‍ટમાં બજરંગ પુનિયાએ કહ્યું હતું કે મને આ સન્‍માન આપવા માટે હું દરેકનો આભાર માનું છું. સન્‍માન એ દરેક એથ્‍લીટને મોટિવેશન પૂરું પાડે છે. હું ટોક્‍યો ઓલિમ્‍પિકમાં ક્‍વોલિફાઈ થઈ ગયો છું અને મારા દેશને ગર્વ થાય એ માટે તમામ પ્રયત્‍ન કરીશ.

(2:28 pm IST)
  • " ખબરદાર " : હવે પ્રદુષણ રોકવામાં નિષ્ફ્ળ જશો તો તમારા ખિસ્સામાંથી દંડ વસુલ કરાશે ઉપરાંત કાયદેસર કાર્યવાહી કરાશે : પર્યાવરણ અધિકારીઓને ચીમકી : આવતા ઓગસ્ટ માસ સુધીમાં દિલ્હીના રસ્તા ધૂળથી મુક્ત કરવા છે : દિલ્હી ,પંજાબ ,હરિયાણા ,તથા ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી મિનિસ્ટર સી.કે.મિશ્રાએ સમાચાર સૂત્રોને આપેલી માહિતી access_time 7:54 pm IST

  • આજે- કાલે વાદળો છવાયેલા રહેશે, વ્હેલી સવારે- રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ રાજકોટઃ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે પશ્ચિમ હિમાલયને અસરકર્તા રહેશેઃ જેની અસરરૂપે આજે અને આવતીકાલે હાઈલેવલના વાદળો છવાશેઃ ત્યારબાદ મુખ્યત્વે પવનો ઉત્તર, ઉત્તર- પૂર્વના ફૂંકાશેઃ હાલમાં વ્હેલી સવારે અને મોડીરાતના ગુલાબી ઠંડીની અસર જોવા મળે છેઃ જો કે હાલમાં રાજયના અલગ- અલગ શહેરોમાં બપોરનું તાપમાન નોર્મલ કે નોર્મલથી એક ડીગ્રી નીચું રહે છે, જયારે સવારનું તાપમાન નોર્મલથી ત્રણથી ચાર ડીગ્રી ઉંચુ રહે છે access_time 10:48 am IST

  • બાબા રામદેવએ કહ્યું અયોધ્યામાં રામમંદિરની આધારશિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામનવમીએ રાખવી જોઈએ : રામદેવએ એમ પણ કહ્યું હતું કે રામ મંદિર મહાન વૈદિક પરંપરાનું પ્રતિબીંબ હોવું જોઈએ access_time 1:10 am IST