Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભારતનો બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પહોંચ્યો

ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયાના શોલેહ અલી સાદકિનનેહરાવ્યો

ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્‍ય સેન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલમાં પહોંચ્યો છે. આ સાથે જ તેનો કાંસ્ય પદક નક્કી થયો છે. સેમિ ફાઈનલમાં હારનાર ખેલાડીને કાંસ્ય પદક આપવામાં આવે છે. ચોથો સીડ સેને ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયાના શોલેહ અલી સાદકિનને સીધા સેટ 21-8, 21-18થી હાર આપી હતી.

 કારકિર્દીમાં આ પહેલી મેચ હતી. આ મેચ 31 મિનિટ સુધી ચાલી હતી. સેમિ ફાઈનલમાં સેન હને ટોપ સીડ અને ગત ચેમ્પિયન થાઈલેન્ડના કુનલાવુત વિતિદસર્ન સામે ટકરાશે. 17 વર્ષના સેને આ વર્ષની શરૂઆતમાં એશિયન જુનિયર ચેમ્પિયનશિપની ફાઈનલમાં વિદિતસર્નને હરાવ્યો હતો.

(10:16 pm IST)