Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ઓસ્ટ્રેલિયામાં સીમિત ઓવરની મેચમાં હાર્દિક પંડ્યાની ખોટ પડશે :રવિ શાસ્ત્રી

હાર્દિક હોવાને કારણે ટીમને સંતુલન મળે છે અને એક વધારાના બોલરની ખોટ પૂરી પાડે છે.

બ્રિસ્બેન : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, યજમાન ઓસ્ટ્રેલિયાની સાથે રમાનારી સીમિત ઓવરની શ્રેણીમાં ટીમને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાનો ખોટ પડશે. હાર્દિક સંયુક્ત અરબ અમિરાતમાં રમાયેલા એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી ટીમમાંથી બહાર છે. હાર્દિક હોવાને કારણે ટીમને સંતુલન મળે છે અને એક વધારાના બોલરની ખોટ પૂરી પાડે છે. 

  ભારત 21 નવેમ્બરથી અહીં ત્રણ મેચોની ટી20 શ્રેણી રમવાનું છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પોતાના પ્રથમ સંવાદદાતા સંમેલનમાં કહ્યું, અમને એક ખેલાડીને ખોટ પડશે, તે હાર્દિક છે, ઈજાગ્રસ્ત છે. તે બોલર અને બેટ્સમેનના રૂપમાં ટીમને સંતુલન આપે છે, જેના કારણે અમે એક વધારાના બોલરને રમાડી શકીએ. મને આશા છે કે તે જલ્દી ફિટ થઈ જશે. જો ફાસ્ટ બોલર સારૂ પ્રદર્શન કરશે તો હાર્દિકની ખોટ પૂરાઈ શકે છે.

(7:37 pm IST)