Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પ્રો કબડ્ડી લીગ 2018:ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ અને બેંગલુરૂ બુલ્સ વચ્ચેની રોમાંચક મેચ 30-30થી ટાઈ

હોમ ગ્રાઉન્ડમાં એકપણ મેચ નહીં હારવાનો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સેનો રેકોર્ડ યથાવત

 

અમદાવાદઃ પ્રો કબડ્ડી લીગનો 69મો મેચ રોમાંચક રીતે 30-30થી ટાઈ રહ્યો હતો. મેચ ટાઇ થવાને કારણે પોઈન્ટ ટેબલમાં ગુજરાતની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં પરંતુ બેંગલુરૂ બુલ્સને જબરજસ્ત ફાયદો થયો અને તે પટના પાઇરેટ્સને પછાડતા 35 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને આવી ગઈ છે.

  સાથે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં એકપણ મેચ નહીં હારવાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. ગત સીઝનમાં પણ ગુજરાત પોતાના ઘરઆંગણે એકપણ મેચ હાર્યું હતું. પરંતુ સતત સાત મેચ જીતવાનો સિલસિલો જરૂર બેંગલુરૂ બુલ્સે તોડી દીધો છે

  હાફ સમય સુધી બેંગલુરૂ બુલ્સે 18-12ની લીડ બનાવી લીધી હતી. શરૂઆતમાં ગુજરાતે લીડ મેળવી પરંતુ રેડર્સના શાનદાર પ્રદર્શનને કારણે બેંગલુરૂ બુલ્સે શાનદાર વાપસી કરી અને ગુજરાતને ઓલઆઉટ કરી દીધું હતું. અહીં સૌથી મહત્વની વાત તે રહી કે બંન્ને ટીમના ડિફેન્ડર્સ પ્રથમ હાફમાં નિષ્ફળ રહ્યાં હતા. ગુજરાત માટે સચિન, તો બેંગલુરૂ માટે કેપ્ટન રોહિત અને પવન કુમાર શેરાવતે શાનદાર કામ કર્યું હતું. પ્રથમ હાફમાં રોહિત કુમાર એકપણ વખત આઉટ થયો હતો.

(12:43 am IST)
  • સુરતના પલસાણા ખાતે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો:પલસાણા જોળવા ગામે નંદલાલ ગુપ્તા નામના યુવકની થઇ હતી હત્યા: લોખંડના પાઇપ મારી કરવામાં આવી હતી હત્યા:SOG પોલીસે હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા:હત્યા કરનાર મુર્તકની પત્ની, પુત્ર અને સાળો જ નીકળ્યા:ન જેવી બાબતે ઝગડો થયાં બાદ દિવાળીના દિવસે નંદલાલ ગુપ્તાની કરાઈ હતી હત્યા:પોલીસે હત્યામાં સામેલ પત્નીની કરી ધરપકડ, જ્યારે પુત્ર અને સાળા ને વોન્ટેડ જાહેર કર્યા access_time 10:44 pm IST

  • RPFની ઓનલાઈન પરીક્ષા લેવાશે 19 ડિસેમ્બરે:સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવશે : 1120 સબ ઈન્સ્પે., 8617 કોન્સ્ટેબલની પરીક્ષા લેવાશે : 9 ડિસેમ્બર સુધી ઉમેદવારને ઈ-કોલ લેટર મોકલાશે access_time 12:40 pm IST

  • લાલુ પ્રસાદ યાદવની તબીયત લથડી :પગમાં પડ્યા ફોલ્લા :રિમ્સના ડોક્ટરોએ કહ્યું કે ફોલ્લાને કારણે ડાયાબિટીસથી પરેશાન લાલુ પ્રસાદ યાદવનું સુગર સ્તર અને રક્તચાપ બે દિવસથી સતત વધી ગયું:તબીબોની ટીમ સતત ખડેપગે access_time 11:38 pm IST