Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કાલે ટીમ ઈન્ડિયા વ્હાઈટવોશના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

રાંચીમાં ભારત-આફ્રિકા વચ્ચે ત્રીજો ટેસ્ટ : વિરાટસેના આક્રમક દેખાવ કરશે : ટીમમાં ફેરફાર થવાની સંભાવના નથી : સૌરવ ગાંગુલી હાજરી આપી શકશે નહિં

રાંચી,તા. ૧૮ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી રાંચીના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. શ્રેણી ૩-૦થી જીતી લેવા માટે ભારતીય ટીમ સજ્જ છે. ટેસ્ટ મેચમાં ટોસ નિર્ણાયક રહેનાર છે. બીજી ટેસ્ટ મેચ પણ ભારતે જંગી અંતર સાથે જીતી હતી.ભારતે પુણે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૧૩૭ રને હાર આપીને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી.

ભારત : વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, શુભમન ગિલ.

આફ્રિકા : ડુપ્લેસીસ, બાઉમા, ડિબ્રુયન, ડીકોક, એલ્ગર, હમજા, કેશવ મહારાજ, મારક્રમ, મુત્તુસ્વામી, લુંગીગીડી, નોરજે, ફિલાન્ડર, પીટ, રબાડા અને સેકન્ડ.

(3:33 pm IST)