Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાંચી ટેસ્ટમાં ગાંગુલી હાજર નહિ રહી શકે

કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ બોર્ડનો કારભાર સંભાળવાની જવાબદારી નજીકના સમયમાં સૌરવ ગાંગુલીના માથે આવવાની છે, પણ એ પહેલાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ આવતી કાલથી રાંચીમાં રમાવાની છે. આ મેચ વખતે ગાંગુલીની ઈચ્છા ટીમના પ્લેયરો સાથે રહેવાની છે, પણ ૨૦ ઓકટોબરે કેરળમાં ઈન્ડિયન સુપર લીગનું ઉદ્ઘાટન હોવાને લીધે તે રાંચી ટેસ્ટ દરમ્યાન પ્લેયરો સાથે નહીં રહી શકે.

આ સંદર્ભે ગાંગુલીએ કહ્યું કે 'મારી રાંચી જવાની ઈચ્છા છે, પણ હવે હું ઈન્ડિયન સુપર લીગનું પ્રતિનિધિત્વ કરી રહયો હોવાને લીધે મારે ત્યાં ઉદ્ઘાટન સત્રમાં જવું જરૂરી છે. માટે હું કેરળમાં યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહીશ.'

(3:27 pm IST)
  • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ : લીવરની સમસ્યાને કારણે છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : અહેવાલ મુજબ અમિતાભ બચ્ચનને મંગળવારે બપોરે બે વાગ્યે હોસ્પિટલ લઇ જવાયા છે : હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમમાં બિગ બીની સારવાર access_time 1:07 am IST

  • જસ્ટિન ટ્રુડોના પ્રચાર માટે અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા મેદાનમાં : કેનેડામાં 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી : વર્તમાન પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રૂડોને મહેનતુ ,પ્રગતિશીલ અને સફળ નેતા ગણાવી ફરી ચૂંટી કાઢવા અનુરોધ કર્યો access_time 11:46 am IST

  • દિવાળી પહેલા કેન્દ્ર સરકારમાં સચિવ કક્ષાએ એકાદ ડઝન જેટલા ફેરફારો થાય તેવી સંભાવના:. અત્યારે આઠ જેટલા સેક્રેટરીઓની ખાલી જગ્યા પડી છે. જેમાં પંચાયત રાજ, pmo, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ, પેન્શન વગેરેનો સમાવેશ થાય છે access_time 1:20 am IST