Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આકાશ મલિકે યુથ ઓલંપિકસમાં ભારતને તીરંદાજીમાં પ્રથમ રજત પદક અપાવ્યો

આકાશ મલિકએ યુથ ઓલ્પીકસમાં ભારતને તીરંદાજીમાં પ્રથમ રજતચંદ્રક અપાવ્યો જેનાથી ભારતએ આ રમતોમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ જયારે આકાશે રજત પદકની મદદથી ભારતએ ટુર્નામેન્ટમાં ૩ સુવર્ણચંદ્રક સહિત ૧૩ પદક જીત્યા આ પહેલા ભારતમાં ૨૦૧૦ યુથ ઓલિમ્પીકમાં સર્વાધિક ૮ પદક જીત્યા હતા.

(11:00 pm IST)
  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST