Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ખેડૂત પુત્ર આકાશ બન્યો યુવા ઓલમ્પિકમાં તીરંદાજીમાં રજત પદક જીતનાર પહેલો ભારતીય

નવી દિલ્હી: આકાશ મલિક યુવા ઓલમ્પિક ગેમ્સની તીરંદાજી સ્પર્ધામાં રજત પદક જીતનાર પહેલો ભારતીય બન્યો છે અને પદકની સાથે ભારતે ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને સમાપન કર્યું છે. એક ખેડૂતના પુત્ર 15 વર્ષીય આકાશે ફાઇનલમાં અમેરિકાના ટ્રેન્ટન કોલ્સને 6.0થી હરાવ્યો. ભારતે ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, નવ રજત અને એક કાંસ્ય પદક મેળવ્યું છે.

(5:31 pm IST)