Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કુંબલેને કોચ બનાવવા બીસીસીઆઇની તૈયારી

નવીદિલ્હીઃ જ્યારથી વિરાટ કોહલીએ ટી ૨૦ ની કેપ્ટનશીપ છોેડવાનો નિર્ણય કર્યો. ત્યારથી રોહિત શર્માને કેપ્ટન બનાવવાની ચર્ચા છે. પરંતુ આ દરમિયાન એવા અહેવાલો આવ્યા છે કે રવિ શાસ્ત્રી બાદ અનિલ કુંબલે ટીમના કોચ બની શકે છે. ટી ૨૦ વર્લ્ડ કપ બાદ હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેથી જ બીસીસીઆઈ ફરી એકવાર અનિલ કુંબલેને મુખ્ય કોચ બનાવવાનું વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે અનિલ કુંબલેને પરત લાવવા માટે રસ્તો શોધવામાં આવી રહ્યો છે.

(3:36 pm IST)