Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ઇંગ્‍લેન્‍ડ ક્રિકેટ ટીમના સ્‍ટાર ઓલરાઉન્‍ડર ડેવિડ વિલીનો કોરોના રિપોર્ટ પોઝીટીવઃ ઓસ્‍ટ્રેલીયા સામેની સિરીઝમાં નહીં રમી શકે

નવી દિલ્હીઃ કોરોના કાળમાં ધીમે-ધીમે ક્રિકેટની વાપસી થઈ રહી છે. પરંતુ કોરોનાની માર ક્રિકેટ સ્પર્ધાની સાથે-સાથે ક્રિકેટરો પર પણ પડી રહી છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલી (David Willey)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિલી આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટની ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ક્રિકેટ બાયો બબલમાં રમાઇ રહી છે.

યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમે છે વિલી

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે હાલમાં પોતાની ધરતી પર ઘણી સિરીઝ રમી છે. આ દરમિયાન આયર્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં ડેવિડ વિલી પણ રમ્યો હતો. આ સિરીઝમાં વિલીએ શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં વિલીને બહાર કરી દેવામાં આવ્યો હતો.

તેવામાં કાઉન્ટી ક્રિકેટની ટી20 બ્લાસ્ટ સ્પર્ધામાં રમવા માટે વિલી યોર્કશાયર ટીમમાં સામેલ થયો હતો. હવે વિલી કોરોનાથી સંક્રમિત થતાં તેની ટીમમાં પણ હલચલ મચી ગઈ છે. આ વાતની જાણકારી આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે. વિલીએ કહ્યુ કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા તે પોતાનો ટેસ્ટ જલદી કરાવે.

વિલી સહિત 3 ખેલાડી ટી20 બ્લાસ્ટમાંથી બહાર

હકીકતમાં ડેવિડ વિલી સિવાય તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. તો બીજીતરફ જૈવ સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નિકળીને યોર્કશાયરના ત્રણ ખેલાડી પણ વિલીના સંપર્કમાં આવ્યા હતા. જેમાં ટોમ કોલ્હાર-કૈડમાર, મેથ્યૂ ફિશર અને જોશ પોસ્ડન સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓને પણ સેલ્ફ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

(5:03 pm IST)