Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

હું શારીરીક અને માનસિક રીતે એકદમ ફીટ છું : હાર્દિક

ઈન્જરી ખેલાડીના જીવનનો હિસ્સો, શાનદાર કમબેક કરવા માંગું છું

પીઠની સર્જરી બાદ ઘણા સમય બાદ કમબેક કરી રહેલા મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ ફિટ હોવાનું જણાવ્યું હતું. હાર્દિકે ટીમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે પ્રેકિટસમાં જે રીતે હું બોલને ફટકારી રહ્યો છું એ જોતાં હું માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ લયમાં છું. મને મેદાનમાં જઈને મારી નેચરલ ગેમ રમતાં કોઈ સમસ્યા નહીં આવે. હાલમાં એક પુત્રના પિતા બનનાર હાર્દિકે વધુમાં કહ્યું હતું કે મને આઇપીએલ રમવાની ખૂબ જ મજા આવે છે. હું શાનદાર કમબેક કરવા માગું છું. ઇન્જરી ખેલાડીના જીવનનો એક હિસ્સો છે. કોઈ ખેલાડી ઇચ્છતો નથી હોતો કે તે ઇન્જર્ડ થાય. ઇન્જરી તો થતી રહેશે, પણ એનાથી મને વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે.

(3:30 pm IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • જામનગર આયુર્વેદ યુનિવર્સિટીની બીલ્ડીંગ ઉપરથી બીએએમએસના વિદ્યાર્થી વિજય અજમલભાઇ ઠાકોર નો આપઘાત : મોતનું કારણ અકબંધ access_time 3:24 pm IST

  • મધ્ય પ્રદેશમાં પેટા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો : પૂર્વ ધારાસભ્ય મહિલા પારુલ સાહુ કોંગ્રેસમાં જોડાયા : પૂર્વ ચીફ મિનિસ્ટર કમલનાથે સદસ્યતા અપાવી સ્વાગત કર્યું : સુરખી વિધાનસભા સીટ ઉપરથી ભાજપના મિનિસ્ટર ગોવિંદસિંહ રાજપૂત સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા access_time 1:01 pm IST