Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોહલીની ટીમને યુએઈના ખેલાડીઓની મદદ મળશે

મુંબઈ : દર વર્ષે ભારતમાં યોજાતી આઈપીએલ આ વખતે યુએઈમાં યોજાઈ રહી છે, એવામાં પ્રારંભની મેચો પીચને સમજવામાં જશે એ વાતને ધ્યાનમાં લેતા આરસીબીએ લોકલ મદદ લેવાનો નિર્ણય લીધો હતો. આરસીબીની ટીમમાં UAE ક્રિકેટ ટીમના કેપ્ટન અહમદ રઝા અને યુવા પ્લેયર કાર્તિક મીયાપ્પનનો સમાવેશ કર્યો છે. અહમદ રઝાએ ટીમ હોટલમાં કવોરન્ટીન સમય પુરો કરીને આરસીબીની ટીમ સાથે પ્રેકિટસ પણ શરૂ કરી દીધી છે. સ્પિનર રઝાનની ભલામણ બોલીંગ કોચ શ્રીધરન શ્રીરામે કરતા તે આરસીબીમાં જોડાયો છે. રઝાએ કહ્યું કે, શ્રીરામ દ્વારા મારી ભલામણ કરવામાં આવી તેથી હું ખુશ છું. તેમણે મને યુએઈના કેપ્ટન તરીકે રજૂ કર્યો અને શું તમે કલ્પના કરી શકો કે એ બી ડિવિલિયર્સ તમારી પાસે આવીને કહે કે, અમને હેલ્પ કરવા માટે થેન્ક યુ. આ અનુભવ અલગ જ છે.

(3:28 pm IST)