Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ક્રિકેટર દિનેશ મોંગીયાએ નિવૃત્તિ લીધી : તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત

છેલ્લે ભારતીય ટીમમાં 2007માં બાંગ્લાદેશ સામે મેચ રમ્યો હતો.

મુંબઈ : પૂર્વ ભારતીય બેટ્સમેન દિનેશ મોંગિયાએ  ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે. દિનેશ લાંબા સમયથી ટીમમાંથી બહાર હતો. તે છેલ્લે ભારતીય ટીમમાં 2007માં બાંગ્લાદેશ સામે મેચ રમ્યો હતો. ત્યારબાદથી તે ટીમમાં જગ્યા મેળવી શક્યો નથી. મોંગિયાએ વર્ષ 2001માં એસ્ટ્રેલિયા સામેની મેચથી ડેબ્યૂ કર્યું હતું.

   મોંગિયાએ વર્ષ 2007માં બીસીસીઆઈ દ્વારા બેન આઈસીએલ લીગમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેના પર બેન મૂકવામાં આવ્યો હતો. ડાબોડી બેટ્સમેન અને સ્પીનર બૉલર 2003ના વર્લ્ડકપમાં પણ ભારતીય ટીમમાં હતો, જ્યાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ રનર અપ બની હતી. દિનેશનું ઈન્ટરનેશનલ કરિયર લગભગ 5 વર્ષ ચાલ્યું. જોકે તે ટીમ ઈન્ડિયામાં નિયમિત રમી શક્યો ન હોંતો.

મોંગિયા તેના કરિયરમાં 57 વનડે મેચ રમ્યો છે જેમાં 27.95ની સરેરાશથી 1230 રન બનાવ્યા. ત્યાં તેને 14 વિકેટ પણ લીધી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ઝિમ્બાવે સામે સીરીઝ ડિસાઈડર મેચમાં હતો, જેમાં તેણે 159 રન બનાવ્યા હતા. આ તેના કરિયરની એકમાત્ર સદી હતી. મોંગિયાને ટેસ્ટ મેચમાં ક્યારેય સ્થાન મળી શક્યું નહીં. તે કરિયરની એકમાત્ર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દક્ષિણ આફ્રિકા સામે રમ્યો, જેમાં તેણે 38 રન બનાવ્યા હતા. મોંગિયા ઈંગ્લેન્ડમાં કાઉંટી ક્રિકેટ પણ રમ્યો હતો. તે લંકાશાયર અને લીસેસ્તરશાયરની ટીમનો હિસ્સો હતો.

(1:29 pm IST)