Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કોહલી બેસ્ટ છે, પણ સ્મિથનો રેકોર્ડ ઘણું કહી જાય છે : ગાંગુલી

કલકત્તા : તાજેતરમાં એશિઝ સીરીઝ પત્યા બાદ ચારેય બાજુ સ્ટીવન સ્મિથના પર્ફોર્મન્સના વખાણ થઈ રહ્યા છે. આઈસીસી ટેસ્ટ રેન્કીંગ્સમાં એ વિરાટ કોહલીને ઘણા પોઈન્ટ્સના ડિફરન્સ સાથે બીજા નંબર પર મૂકીને પહેલા નંબરે પહોંચી ગયો છે. સ્મિથના શાનદાર પર્ફોર્મન્સ બાદ ફરી એકવાર સ્મિથ અને કોહલીમાંથી કોણ બેસ્ટ છે એ પ્રશ્નોત્તરીએ જોર પકડ્યુ છે. આ વિશે પોતાના વિચાર વ્યકત કરતા ઈન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે આ એવો સવાલ છે જેનો જવાબ આપી શકાય એમ નથી. આ પર્ફોર્મન્સની વાત છે, તમે એને કેવી રીતે સરખાવી શકો? આજની તારીખમાં વિશ્વસ્તરે કોહલી બેસ્ટ છે, પણ સ્મિથનો રેકોર્ડ ઘણું બધુ કહી જાય છે, ૨૬ ટેસ્ટ સેન્ચુરી ખરેખર એક સારો રેકોર્ડ કહેવાય.

(1:11 pm IST)