Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

૨૦૨૦ ટોકયો ઓલિમ્પિકમાં દિપા કરમાકરની ગેરહાજરી?

ભારતીય જીમ્નેસ્ટીક સ્ટાર દીપા કરમારકરનું ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિકમાં રમવાનું હજુ નક્કી થઈ રહ્યુ છે, કારણ કે હજુ સુધી તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ઈજામાંથી સમયસર રીકવરી ન થતા તેનું આવતા મહિને વર્લ્ડ આર્ટીસ્ટીક જીમ્નેસ્ટીક ચેમ્પિયનશીપમાં પણ ભાગ લેવુ અઘરૂ લાગી રહ્યુ છે. દીપાના કોચ બિશ્વેશ્વર નંદીનું કહેવુ છે કે તે ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં સફળતાપૂર્વક કમબેક કરશે.

(1:10 pm IST)