Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ચાઈના ઓપનમાં આગેકૂચ અશ્વિની - સાત્વિકની જોડી

ચાઈના : ચાઈના ઓપનમાં ભારતીય જોડી અશ્વિની પોનપ્પા અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીએ જીત સાથે શરૂ આત કરી છે. તેમણે ચાઈના ઓપન વર્લ્ડ ટૂર સુપર ૧૦૦૦ ટુર્નામેન્ટમાં વર્લ્ડ નંબર ૭ જોડી પ્રવિણ જોર્ડન અને મેલાટી ડૈવા ઓકટાવિયાન્તીને લગભગ ૫૦ મિનિટ ચાલેલી ડબલ્સ ગેમમાં ૨૨-૨૦, ૧૭-૨૧, ૨૧-૧૭થી માત આપી હતી.

પહેલો સેટ જીતી લીધા બાદ હરીફ ટીમે બીજા સેટમાં ભારતીય જોડીને જબરદસ્ત ટક્કર આપી એ સેટ જીતી લીધો હતો. જો કે ત્રીજા અંતિમ અને નિર્ણાયક સેટમાં ભારતીય જોડીએ કમબેક કરીને મેચ જીતી લીધી હતી. આગામી રાઉન્ડમાં આ ભારતીય જોડીનો મુકાબલો હવે જાપાનની યુકી કાનેકો અને મિસાકી મત્સુમોટો સામે થશે.

(11:43 am IST)