Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વર્લ્ડ રેસલીંગ ચેમ્પિયનશીપની દોડમાંથી વિનેશ ફોગાટ થઈ બહાર

કઝાકસ્તાન : વર્લ્ડ રેસલીંગ ચેમ્પિયનશીપમાં ચેમ્પિયન બનવાની દોડમાંથી ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ બહાર થઈ ગઈ છે. તે જાપાનની વર્તમાન ચેમ્પિયન માયા મુકૈદા સામે ૭-૦થી હારી ગઈ હતી. તેણે સારી શરૂઆત કર્યા બાદ પ્રિ-કવોર્ટર ફાઈનલમાં તે હારી ગઈ છે. જો કે આ ચેમ્પિયનશીપમાંથી બહાર થવા છતા તેની પાસે ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિકમાં કવોલીફાય થવાની એક તક છે. સામા પક્ષે નવીનને પણ ૧૩૦ કિલોગ્રામ વર્ગની મેચમાં ઈસ્ટોનિયાના પ્લેયર હૈકી નબી સામે ૯-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓની ૫૦ કિલોગ્રામની કેટેગરીમાં સીમા, જયારે ૫૫ કિલોગ્રામની કેટેગરીમાં લલીતાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

(11:41 am IST)