Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ખેલ રત્ન માટે આ બે ખેલાડીઓના નામ થયા નોમિનેટ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભારતીય વેઇટ લિફ્ટર મીરાંબાઈ ચાનૂને આ વર્ષના સ્પોર્ટ્સના સૌથી મોટા સન્માન ગણાતા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરાઈ છે. જો રમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ આ ભલામણને માની લે તો વિરાટ કોહલી સચિન તેંડુલકર (૧૯૯૭) અને મહેન્દ્રસિંહ ધોની (૨૦૦૭) બાદ ખેલ રત્ન મેળવનાર ત્રીજો ક્રિકેટર બનશે.કોહલી ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન છે અને છેલ્લા ત્રણ વર્ષથી તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના નામની ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ ખેલ રત્ન માટે ભલામણ કરાઈ હતી પરંતુ તે ચૂકી ગયો હતો. ૨૦૧૬માં કોહલીને બદલે સાક્ષી મલિક, પીવી સિંધુ અને દીપા કરમાકરને રિયો ઓલિમ્પિકમાં શાનદાર દેખાવ બદલ ખેલ રત્ન અપાયો હતો જ્યારે ગત વર્ષે ભારતના પૂર્વ હોકી કેપ્ટન સરદારસિંહ અને પેરા એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાને અપાયો હતો.મીરાંબાઈ ચાનુએ છેલ્લા એક વર્ષમાં ઘણો શાનદાર દેખાવ કર્યો છે. તેણે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે આ વર્ષે એપ્રિલમાં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જોકે, તે ઈજાને કારણે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકી નહોતી.

(5:04 pm IST)