Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

એશિયા કપમાંથી શ્રીલંકા ટીમને બહાર કર્યું અફગાનિસ્તાને

નવી દિલ્હી: અફઘાનિસ્તાને સોમવારના રોજ અબુધાબીમાં પાંચ વખતની ચેમ્પિયન શ્રીલંકાને 91 રનથી હરાવી એશિયા કપમાંથી બહાર કરી દીધું છે. ટોસ જીત્યા બાદ પહેલાં બેટિંગ કરનાર અફઘાનિસ્તાનની ટીમે 50 ઓવરમાં 249 રન બનાવ્યા અને તેમની આખી ટીમ આઉટ થઇ ગઇ. આ જવાબમાં શ્રીલંકા 41.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી માત્ર 158 રન બનાવી શકી.એશિયા કપ 2018 શરૂ થતાં પહેલાં અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાને કહ્યું હતું કે જો કોઇને તે હરાવે છે તો આ સરપ્રાઇઝ હશે નહીં. તેમણે કહ્યું હતું કે તેમની ટીમમાં કોઇને પણ હરાવાની ક્ષમતા છે. તેઓ પહેલાં સણ સારું કરતું આવ્યું છે અને એશિયા કપમાં પણ સારું પ્રદર્શન કરશે. રાશિદના નિવેદનને નજરઅંદાજ કોઇએ કર્યું નહીં હોય પરંતુ પહેલી જ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવી આગળના પડાવમાં પહોંચશે તેનો કોઇને અંદાજો નહી હોય. પરંતુ સોમવારે અફઘાનિસ્તાને કમાલ કરી દેખાડી.250નો સ્કોર શ્રીલંકા માટે શરૂઆતથી જ મોટો રહ્યો. પહેલી ઓવરમાં અફઘાનિસ્તાને મિસ્ટ્રી સ્પિનર મુજીબ-ઉર-રહેમાને કુસમ મેંડિસને એલબીડબલ્યુ કરી દીધો. શ્રીલંકન ટીમે બીજી વિકેટ માટે ઉપુલ થરંગા અને ધનંજય ડી સિલ્વાને સંભાળવાની કોશિષ કરી. બંને એ 54 રન કર્યા. આ રન ધીમે-ધીમે શ્રીલંકાને મેચમાં વાપસી કરાવી હતી પરંતુ વહેમના લીધે ડી સિલ્વા 23ના સ્કોર પર રન આઉટ થયો હતો. વિકેટકીપર કુસલ પરેરાની શરૂઆત થોડીક સારી થઇ પરંતુ રાશિદની ફિરકીએ તેની ડંડી ઉડાડી દીધી. સ્કોરબોર્ડ પર 88 રને તો ચાર વિકેટ પડી ગઇ હતી. ત્યારબાદ ક્રીઝ પર શ્રીલંકાનો સૌથી અનુભવી હેટસમેન કેપ્ટન અંજેલો મેથ્યુઝને યુવા શેહાન જયસૂર્યાનો સાથ મળ્યો. પરંતુ જયસૂર્યા રન આઉટ થયો હતો. રાશિદ ખાનનો થ્રો મુજીબના હાથમાં ગયો અને સીધી ડાંડી ઉડાડી દીધી. ક્રીઝ પર આવ્યો તિસારા પેરારા. મેથ્યુઝ સારું રમવાની કોશિષ કરી રહ્યો હતો ત્યાં મોહમ્મદ નબીના બોલ પર લાંબો શૉટ રમવાના પ્રયત્નમાં લૉન્ગ ઑન પર રાશિદે કેચ આપી દીધો ને 39 બોલ પર 22 રન બનાવી આઉટ થઇ ગયો. ત્યારબાદ બાકીની ચાર વિકેટ 14 રનોની અંદર ધડાધડ પડી ગઇ.

(5:03 pm IST)