Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

13માં વિશ્વ ફાયરફાઈટર ગેમ્સમાં સુનિલ કુમારે જીત્યું સુવર્ણ

નવી દિલ્હી: ભારતીય પહેલવાન સુનિલ કુમારે દક્ષિણ કોરિયાના ચુગજું શહેરમાં સ્પમત થયેલ 13મી વિશ્વ ફાયરફાઈટર ગેમ્સમાં ભારતને સુવર્ણ પદક અપાવ્યું છે. સુનિલે આ સુવર્ણ પદક પુરુષોની 86 કિલોગ્રામ વર્ગ સ્પર્ધામાં જીત્યું છે. આ ટુર્નામેન્ટના સમાપન ચુગજું શહૅટમાં 17 સપ્ટેમ્બરના થયું. આ ટુર્નામેન્ટ નવ સપ્ટેમ્બરના શરૂ થઇ હતી.

સુનિલે ફાઇનલમાં ઇરાનના મોહમ્મ્દ અમદને 7-4થી માત આપીને સુવર્ણ પર કબ્જો મેળવ્યો હતો. સુનિલે પહેલી વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ભારત આ ટુર્નામેન્ટમાં પદક મેળવનાર દેશોમાં 7માં સ્થાન પર હતું. ભારતે કુલ 14 સુવર્ણ, 16 રજત અને 18 કાંસ્ય પદક મેળવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં 75 દેશોના 7000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

(5:03 pm IST)