Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચાઈના ઓપનના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સિંધુ

નવી દિલ્હી: ઓલમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશીપમાં રજત પદક વિજેતા ભારતીય ખેલાડી પીવી સિંધુ બીડબ્લ્યુએફ વિશ્વ ટુર સુપર 1000 ટુર્નામેન્ટ ચાઇના ઓપનના પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી ચુકી છે.

સિંધુએ આ 10 લાખ ડોલર ઈનામી ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં રમાયેલ મુકાબલામાં ઓલમ્પિક સ્પોટ્ર્સ સેન્ટર શીંચેંગમાં જીમ્નેજીયમમાં જાપાનની દુનિયાની 39માં નંબર ની ખેલાડી સેંઇના ક્વાકામિને 21-15,21-13થી હરાવી હતી. મેચની શરૂઆતમાં મુકાબલો જબરદસ્ત હતો એક સમયે સિંધુએ 13-7નું બઢત બનાવી લીધી હતી પણ જાપાની ખેલાડીએ પણ જોરદાર ટક્કર આપી હતી.

(5:02 pm IST)