Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રીષભે સુધારવી પડશે વિકેટકીપીંગ : પ્રસાદ

ચીફ સિલેકટર એમ.એસ.કે. પ્રસાદ યુવા ક્રિકેટર રિષભ પંતની બેટિંગથી પ્રભાવિત છે, પરંતુ તેને લાગે છે કે ખેલાડીએ વિકેટકીપિંગમાં સારૃં પ્રદર્શન કરવું જોઈએ. ૨૦ વર્ષનો રિષભ ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે સદી કરનાર પહેલો ભારતીય વિકેટકીપર બન્યો હતો, પરંતુ જે ત્રણ ટેસ્ટ તે રમ્યો હતો એમાં સ્ટમ્પ પાછળ તેનું પ્રદર્શન પ્રભાવશાળી નહોતું. પ્રસાદે કહ્યું હતું કે રિષભ માટે એક ટ્રેઇનિંગ કાર્યક્રમ બનાવવો જોઈએ જેમાં તે સ્પેશ્યલિસ્ટ વિકેટકીપિંગ કોચના માર્ગદર્શનમાં પોતાની આવડતમાં સુધારો કરે.

(2:37 pm IST)