Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

૭ ઓકટોબરથી શરૂ થશે કબડ્ડી લીગ

કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનની શરૂઆત પાંચ ઓકટોબરને બદલે ૭ ઓકટોબરથી થશે. આયોજકોએ કહ્યું હતું કે સ્ટેડિયમની ઉપલબ્ધતા અને કેટલાંક અન્ય કારણોથી પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝન પાંચને બદલે સાત ઓકટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટમાં પહેલું ચરણ ચેન્નઈમાં જ થશે. પ્લેઓફ ૩૦-૩૧ ડિસેમ્બરે કોચીમાં તો ફાઇનલ પાંચ જાન્યુઆરીએ મુંબઈમાં રમાશે.

(2:36 pm IST)