Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

૯૩ વન-ડે અને ૪૨ ટી-૨૦ બાદ ફિન્ચને મળ્યુ ટેસ્ટ - ટીમમાં સ્થાન, પરંતુ હવે લાગે છે ડર

ફિન્ચે કહ્યું હતું કે જો ટેસ્ટ-ટીમની પ્લેઇંગ ઇલેવનમાં મને સ્થાન મળશે તો મારે મારી આક્રમકતા પર નિયંત્રણ રાખવું પડશે. જોકે હું આક્રમક હતો તેથી જ મર્યાદિત ઓવરોમાં સફળ હતો, પણ હવે ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં કયાં ફિટ બેસું છું એ જોવું પડશે.  મને થોડોક ડર પણ લાગે છે. મને ઓપનર તરીકે મોકલવામાં આવશે તો હું મારી નૈસર્ગિક રમત રમીશ, પરંતુ મિડલ ઓર્ડરમાં મોકલવામાં આવશે તો ત્યાં મારે સ્પિન અને રિવર્સ સ્વિંગનો સામનો કરવો પડશે. એ માટે હું મારા કેપ્ટન અને કોચ સાથે બેસીને વિચાર-વિમર્શ કરીશ.

(2:35 pm IST)