Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જીમમાં કસરત કરતો વિરાટઃ વિડીયો વાયરલ

નવી દિલ્‍હીઃ જયા એક તરફ ટીમ ઇન્‍ડિયા ઝિમ્‍બાબ્‍વે વિરૂધ્‍ધ ત્રણ મેચની વનડે શ્રેણીની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ ૨૭ ઓગષ્‍ટથી શરૂ થઇ રહેલા એશિયા કપ માટે કેટલાક ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે. પૂર્વ કેપ્‍ટન વિરાટ કોહલી હાલમાં બ્રેક પર છે, પરંતુ તે આ સમયનો મહત્તમ ઉપયોગ કરી રહ્યો છે.કોહલી જિમમાં ટ્રેનિંગ કરી રહેલો એક વિડીયો પોસ્‍ટ કર્યો છે જેમા તે વેઇટલિફિટંગ અને અન્‍ય એકસરસાઇઝ કરતો જોવા મળી રહ્યો છે.

(3:39 pm IST)