Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

આદર્શ મોહિતેનું જબરદસ્ત પ્રદર્શનઃ તેલુગુ યોદ્ધાએ રાજસ્થાન વોરિયર્સને હરાવ્યુ

(કેતનખત્રી)અમદાવાદઃ આદર્શ મોહિતેના જબરદસ્ત ઓલરાઉન્ડર પ્રદર્શનના દમ પર તેલુગુ યોદ્ધાએ મહાલુંગે સ્થિત શ્રીશિવછત્રપતિ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં રાજસ્થાન વોરિયર્સને ૨૧ અંકોના અંતરથી હરાવીને અલ્ટીમેટ ખો–ખોના ઉદ્દઘાટન સીઝનમાં પોતાની સતત બીજી જીત હાસિલ કરી છે. મોહિતે ડિફેન્સમાં સૌ કોઇને પ્રભાવિત કરી દીધા છે. તેમણે પ્રથમ દાવમાં મેદાન પર ત્રણ મિનિટ ૪૩ સેકન્ડ પસાર કર્યા અને ફરી ૧૦ અંક બનાવીને તેલુગુ યોદ્ધાને ૬૮–૪૭ના અંતરથી જીત અપાવી. મોહિત ઉપરાંત પ્રસાદ પાંડે બે ડાઇવની સાથે તેલુગુ યોદ્ધા માટે તે ૧૩ અંક બનાવ્યા જયારે રોહિતએ પણ ૧૦ અંક બનાવ્યા
રાજસ્થાન વોરિયર્સ માટે કપ્તાન મઝહર જમાદારે ૬ ખેલાડીઓને આઉટ કરતા ૧૭ અંક મેળવ્યા જેમાં ૬ ડાઇવનો સમાવેશ થાય છે. સુશાંત કલધોને ૯ અંક હાંસલ કરતા ૪ ખેલાડીઓને આઉટ કર્યા. આ અગાઉ રાજસ્થાન વોરિયર્સે ટોસ જીતીને ડિફેન્સનો નિર્ણય કર્યો હતો

 

(3:29 pm IST)