Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

એશિયન ગેમ્સનો મેડલ અટલજીને સમર્પિત કરશે ભારતીય ખેલાડીઓ

એશિયન ગેમ્સના પ્રારંભ પહેલા પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી

પાલેમબેંગઃઇન્ડોનેશિયામાં ૧૮મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ છે. એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતના ૫૭૨ ખેલાડીઓ પહોંચી ચૂક્યા છે ભારતીય ખેલાડીઓએ રમતની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.સાથે એવી જાહેરાત પણ કરી હતી કે એશિયન ગેમ્સમાં જે પણ ખેલાડી મેડલ જીતવામાં સફળ રહેશે તે પોતાનો મેડલ અટલ બિહારી વાજપેયીને અર્પણ કરશે.

 ભારતનાં ૫૭૨ ખેલાડીઓમાં ૩૧૨ પુરુષ અને ૨૬૦ મહિલા ખેલાડી સામેલ છે. ખેલાડીઓ ઉપરાંત ૨૩૨ કોચ પણ ઇન્ડોનેશિયા પહોંચ્યા છે.

(10:35 pm IST)