Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાનો આજે જન્મદિવસ

ત્રણ દિવસ પહેલા અર્જુન એવોર્ડથી સન્માનિત સ્મૃતિએ બે ટેસ્ટ ૫૦ વનડે અને ૫૮ ટી-૨૦ મેચ રમી

વુમન ટીમ ઇન્ડિયાની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના આજે એટલે ૧૮ જુલાઈના પોતાના ૨૩ માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. સ્મૃતિ મંધાનાએ છેલ્લા વર્ષમાં વુમન ટીમ ઇન્ડિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે, ટીમને પણ નવી ઉંચાઈએ લઇ જવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ૧૯૯૬ ના મુંબઈમાં જન્મેલી સ્મૃતિ મંધાનાને ઘરમાં જ ક્રિકેટનો માહોલ મળ્યો હતો. સ્મૃતિ મંધાના ક્રિકેટની સાથે જમવાનું બનવાની શોખીન છે અને સોશિયલ મીડિયા તે ઘણી એક્ટીવ રહે છે. સોમવારે જ સ્મૃતિ મંધાનાને રમત મંત્રી કિરણ રિજીજુથી અર્જુન એવોર્ડ મળ્યો છે.

સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી બે ટેસ્ટ ૫૦ વનડે અને ૫૮ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય રમી છે. ટી-૨૦ આંતરરાષ્ટ્રીયની ૫૬ ઇનિંગમાં સ્મૃતિ મંધાનાએ ૧૨૯૮ રન બનાવ્યા છે. જેમાં તેમનો સર્વોચ્ય સ્કોર ૮૬ રન છે. તેમને ૯ ફિફ્ટી ફટકારી છે. જયારે વનડેની ૫૦ ઇનિંગમાં સ્મૃતિ મંધાનાએ ચાર સદી અને ૧૦ અડધી સદી સાથે ૪૨.૪૧ ની એવરજથી ૧૯૫૧ રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ય સ્કોર ૧૩૫ રન છે. જયારે અત્યાર સુધી સ્મૃતિ મંધાનાએ માત્ર બે ટેસ્ટ મેચ જ રમી છે જેમાં સ્મૃતિ મંધાનાએ એક અડધી સહિત ૮૧ રન બનાવ્યા છે.

પિતા અને ભાઈ જિલ્લા સ્તરના ક્રિકેટર રહી ચુક્યા છે. માત્ર ૯ વર્ષની ઉમરમાં તે મહારાષ્ટ્ર અન્ડર ૧૫ ટીમમાં આવી અને જલ્દી જ પોતાની શાનદાર રમતથી તે મહારાષ્ટ્ર અન્ડર-૧૯ ટીમમાં પણ આવી ગઈ હતી. ૧૭ વર્ષની ઉમરમાં જ્યારે વેસ્ટ જોન અન્ડર ૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્મૃતિ મંધાનાએ ગુજરાત સામે ડબલ સેન્ચુરી ફટકારી તો રાહુલ દ્રવિડ ઘણા પ્રભાવિત થયા હતા. તેમની ૧૫૦ બોલમાં ૨૨૪ રનની ઇનિંગને જોઇને રાહુલ દ્રવિડે પોતાનું બેટ તેમને આપી દીધું હતું.

(1:18 pm IST)