Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

નિશામે સિકસર મારી તે સમયે તેના કોચે અંતિમ શ્વાસ લીધા

વર્લ્ડકપ ફાઈનલની સુપર ઓવરમાં

વર્લ્ડકપ ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટાઈ થતા મેચમાં સુપર ઓવર રમાડવામાં આવી હતી. ઈંગ્લેન્ડે આપેલ ૧૬ રનના ટાર્ગેટનો પીછો કરતાં ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમ્મી નિશામે બીજા બોલ ઉપર સિકસર ફટકારી ત્યારે તેના હાઈસ્કુલના કોચ ડેવ ગોર્ડને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ નિશામે ટ્વીટ કરી કોચ ગોર્ડનને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવેલ કે, ડેવ ગોર્ડન મારા હાઈસ્કુલ ટીચર, કોચ અને મિત્ર. તમારી રમત પ્રત્યેની લાગણી અને પ્રેમ અદ્દભૂત છે. એ લોકો નસીબદાર છે જે તમારી નીચે રમ્યા છે. તમે ફાઈનલ મેચને અંતિમ ઘડી સુધી માણ્યો. તમને મારા પર ગર્વ હશે. આટલુ બધુ આપવા બદલ આભાર.

(1:13 pm IST)