Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ટીમ ઈન્ડિયાના નવા કોચપદના દાવેદારોમાં કર્સ્ટન, મૂડી અને જયવર્દને સામેલ

વર્લ્ડ કપ-૨૦૧૯માં ભારતની ટાઈટલ જીતવાની ઈચ્છા અધૂરી રહી હતી. ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય બાદ બહાર થઈ ગયું હતું. ટીમ ઇન્ડિયાના કોચ પદ માં ફેરફાર થઇ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ સહિત પૂરા સપોર્ટ સ્ટાફ ને બદલવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે આ પદો માટે અરજી મંગાવી છે.

બીસીસીઆઈએ હેડ કોચ માટે જે માપદંડ નક્કી કર્યા છે એ ખૂબ આકરાં છે. આ માપદંડ નો અર્થ છે કે ટ્રેવર બેલેસ અને મિકી આર્થર જેવા મોટા કોચ રેસમાં પણ સામેલ નહીં થઈ શકે. યોગ્યતા માપદંડ પ્રમાણે મુખ્ય કોચની ઉમર ૬૦થી ઓછી હોવી જોઈએ સાથે ટેસ્ટ રમનાર દેશો ને ઓછામાં ઓછા બે વર્ષનો કોચિંગ આપ વાનો અનુભવ હોય, આ સિવાય એસોસિએટ સભ્યો/એ ટીમ/આઈપીએલ ટીમ ને ત્રણ વર્ષનો કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ. અરજીકર્તાએ ૩૦. ટેસ્ટ કે ૫૦ વન-ડે આંતરરાષ્ટ્રીય મઈચ રમી હોય. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે પણ પાત્રતા  નિયમ સમાન છે. માત્ર અરજીકર્તા દ્વારા રેલી મેચની સંખ્યામાં અંતર છે. આ ત્રણ પદનો અરજી કર્તાઓએ ૧૦ ટેસ્ટ કે ૨૫ વન-ડે મેચ રમી હોવી જોઈએ.

(1:11 pm IST)