Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

બોલ સાથે ચેડા મામલે શ્રીલંકાના ચાંદીમલ સહિત ત્રણ સસ્પેન્ડ

નવી દિલ્હી: શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમલ, કોચ ચંદિકા હથુરેસિંઘે અને મેનેજર અશાંકા ગુરુસિંધાને આઠ સસ્પેન્શન પોઈન્ટ આપીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કારણોસર ત્રણેય જણાને આવનારી પ્રથમ ચાર એક દિવસીય મેચ અને દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચમાંથી બાકાત રહેવાનો સમય આવ્યો છે. 
સ્વતંત્ર ન્યાયિક આયુક્ત માઈકલ બેલોફે ત્રણેય પર આઠ સસ્પેન્શન પોઈન્ટ લગાવ્યા છે. આ ત્રણેયને આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવીડ રીચર્ડસને ૧૯ જુને આઈસીસી આચાર સંહિતાની ધારા ૨.૩.૧નુ ઉલ્લંઘનના દોષિ ઠેરવ્યા છે જે ખેલ ભાવનાની વિપરીત આચરણ સાથે સંબંધિત છે. આઈસીસીના નિવેદનમાં જણાવાયુ છે કે આઠ સસ્પેન્શન પોઈન્ટનો અર્થ બે ટેસ્ટ, ચાર વન-ડે અથવા આઠ વન-ડે અને ટી-૨૦નું સસ્પેન્શન છે. આ ત્રણેય પર ૬ ડિમેરીટ પોઈન્ટ પણ લગાવવામાં આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમલ પર બોલ સાથે ચેડા કરવાનો આરોપ લાગ્યો હતો. જ્યારે એમ્પાયરે તેના પર આરોપ લગાવ્યો હતો જેથી પૂરી શ્રીલંકન ટીમ ત્રીજા દિવસે મેચ રમવા માટે મેદાન પર ઉતરવા માટે રાજી થઈ નહતી. 

(5:37 pm IST)