Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ભારતીય મેન્સ હોકી ટીમનો પ્રથમ મુકાબલો ૨૨મી ઓગસ્ટે હોંગ કોંગ સામે

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં આવતા મહિનાથી શરૃ થઈ રહેલા એશિયાડમાં ભારતીય મેન્સ હોકી ટીમનો પ્રથમ મુકાબલો તારીખ ૨૨મી ઓગસ્ટે હોંગ કોંગ સામે થશે. ભારતના પૂલમાં ચીનની સત્તા હેઠળના હોંગ કોંગની સાથે કોરિયા, જાપાન અને શ્રીલંકા પણ છે. જ્યારે ભારતની મહિલા ટીમની પ્રથમ મેચ તારીખ ૧૯મી ઓગસ્ટે યજમાન ઈન્ડોનેશિયા સામે થશે. ૧૮મી એશિયન ગેમ્સમાં હોકીની રમતમાં નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. વખતે હોકીમાં સૌથી વધુ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેવાના છે. કુલ મળીને૧૪ દેશોની ૨૧ ટીમો મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ માટે મુકાબલો ખેલશે. ૧૪ દિવસના ગાળામાં કુલ મળીને ૬૦ મેચો રમાવાની છે. મહત્વનું છે કે, એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમને ૨૦૨૦માં ટોકિયોમાં રમાનારા ઓલિમ્પિકમાં સીધો પ્રવેશ મળી જશે,જેના કારણે પણ મુકાબલો ભારે રસપ્રદ બનશે તેમ મનાય છે.મેન્સમાં કુલ ૨૫ ટીમો અને વિમેન્સમાં ૨૦ ટીમો છે.

(5:37 pm IST)