Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ફરી વર્લ્ડ ટોપ ટેન રેન્કમાં યોકોવિચ

નવી દિલ્હી: વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બનવા સાથે યોકોવિચ ફરી વર્લ્ડ ટોપ ટેન રેન્કમાં આવી ગયો છે. વિમ્બલ્ડનમાં ઉતર્યો તે અગાઉ તેનો વર્લ્ડમાં ૨૧મો એટીપી રેન્ક હતો જ્યારે વિમ્બલ્ડનમાં ૧૨મો ક્રમાંક હતો. યોકોવિચ આઠ મહિના ટોપ ટેનની બહાર રહ્યો હતો.૩૨ વર્ષીય એન્ડરસને વર્લ્ડ એટીપી રેન્કિંગમાં ત્રણ રેન્કની છલાંગ લગાવી છે અને તે પાંચમા ક્રમે પહોંચી ગયો છે. ટેનિસ સિઝનની ત્રીજી અને ઐતિહાસિક મહત્વ ધરાવતી વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં મેન્સ સિંગલ્સમાં સર્બિયાનો યોકોવિચ અને વિમેન્સ સિંગલ્સમાં જર્મનીની એંજેલિક કેર્બર ચેમ્પિયન બની હતી. લંડનમાં ચેમ્પિયનશીપ પુરી થયા બાદ યોજાયેલા ચેમ્પિયન્સ ડિનર દરમિયાન બંને ટેનિસ સ્ટાર્સ ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. વિમ્બલ્ડનના ઓફિસિઅલ ટ્વિટર હેન્ડલ પર બંનેના ડાન્સનો વિડિયો શેયર કરવામાં આવ્યો હતો.

(5:34 pm IST)