Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સૌથી ઝડપી ૩ હજાર રન પૂરા કરનાર કેપ્ટન બન્યો કોહલી પણ પ્રથમ વખત વન-ડે સીરીઝ હાર્યો

ભારત ૨૫૬/૮ : ઈંગ્લેન્ડ ૨૫૭/૨ : જો રૂટની સદી

લોડ્ર્ઝ : વિરાટ કોહલીએ ત્રીજી અને સીરીઝની નિર્ણાયક વન-ડેમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. કોહલીએ એક કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગ્સમાં પોતાના ૩૦૦૦ રન પૂરા કર્યા હતા. આ યાદીમાં તેણે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સને પાછળ મૂકી દીધો હતો. કોહલીએ માત્ર ૪૯ ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી તો ડિવિલિયર્સે ૩૦૦૦ રન બનાવવા માટે ૬૦ ઈનિંગ્સ રમ્યો હતો. તાજેતરમાં જ વન-ડેમાં ૧૦,૦૦૦ રન પૂરા કરનારા મહેન્દ્રસિંહ ધોનીએ ૭૦ વન-ડે ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

ઈંગ્લેન્ડ બીજી વન-ડેમાં ભારતને આઠ વિકેટથી હરાવીને ૨-૧થી શ્રેણી જીતી લીધી હતી. જીતવા માટેના ૨૫૭ના ટાર્ગેટનો પીછો કરતાં ઈંગ્લેન્ડે ૪૪.૩ ઓવરમાં બે વિકેટે ૨૬૦ રન કર્યા હતા. રૂટ ૧૦૦ અને મોર્ગન ૮૮ રને નોટઆઉટ હતા. ઈંગ્લેન્ડ ઘરઆંગણે સતત સાતમી વન-ડે સીરીઝ જીત્યુ. જયારે કોહલીની કેપ્ટન્સીમાં સળંગ છેલ્લી આઠ વન-ડે સીરીઝ જીતનારી ભારતીય ટીમનો વિજયકૂચનો અંત આવ્યો હતો. કોહલીની કેપ્ટન્સીમાં ભારત પહેલી વખત વન-ડે શ્રેણી હાર્યુ.

લેગ સ્પિનર અદિલ રશિદે કોહલી, કાર્તિક અને રૈનાની વિકેટ ટૂંકાગાળામાં ઝડપતા ભારત ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને આખરી નિર્ણાયક વન-ડેમાં ઈંગ્લેન્ડ ભારે દબાણ હેઠળ આવી જાય તેવો સ્કોર નહોતુ કરી શકયુ. ૫૦ ઓવરોમાં ભારતે ૮ વિકેટે ૨૫૬ રન કર્યા હતા.

જવાબમાં જો રૂટના અણનમ ૧૦૦ રન અને કેપ્ટન મોર્ગનના અણનમ ૮૮ રનની મદદથી ઈંગ્લેન્ડની ટીમે આસાનીથી મેચ અને સીરીઝ જીતી લીધી હતી.

કેપ્ટન તરીકે

ઝડપી ૩૦૦૦ રન

ઈનિંગ્સ ખેલાડી

૪૯     વિરાટ કોહલી

૬૦     એ.બી.ડિવિલિયર્સ

૭૦     મહેન્દ્રસિંહ ધોની

૭૪     સૌરવ ગાંગુલી

૮૩     ગ્રેમ સ્મિથ

(3:58 pm IST)