Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જયારે બુમરાહનો ઇન્ટરવ્યુ તેની જ પત્ની સંજનાએ લીધો

આ ઇન્ટરવ્યુ ICC એ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો

નવી દિલ્હી તા. ૧૮: ક્રિકેટના ઇતિહાસમાં બીજી વખત એવું બન્યું છે કે ક્રિકેટરોની પત્નીઓ, પોતાના પતિનું ઇન્ટરવ્યુ લ્યે છે.

ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વખત આઇપીએલમાં એન્કર તરીકે મયંતી બ્રિન્ની સેવા આપે છે. તેઓએ પણ તેમના પતિ સ્ટુઅર્ટ બિન્નીનું ઇન્ટરવ્યુ લીધું હતું. આઇપીએલમાં રાજસ્થાન ટીમમાંથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેમના પત્ની મયંતી બિન્નીએ ઇન્ટરવ્યું લીધેલું.

સંજના ગણેશા પણ આઇપીએલમાં એન્કરનો રોલ નિભાવે છે. સંજના ઘણા સમય પછી બુમરાહ સાથે ઇન્ટરવ્યુમાં પણ જોવા મળે છે. તેણે ICC ના માટે આ ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ દરમ્યાન પોતાના ઇન્સ્ટાગ્રામમાં બુમરાહ અને સંજના ગણેશન વચ્ચે કેટલાક મજેદાર વાતો પણ શેર કરી હતી.

ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરને તેના બાળપણથી લઇને ક્રિકેટ અને લગ્નની તસ્વીરો લઇને પણ સવાલ કરવામાં આવ્યા હતા. જેના બુમરાહે સારી રીતે તમામ જવાબ આપ્યા હતા. આઇસીસીએ આ ઇન્ટરવ્યુ તેના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કર્યું હતું. જેમાં સંજના સતત માસ્ક લગાવેલી રહે છે. બુમરાહે ઇન્ટરવ્યું આપવા માટે જયારે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પત્નિ સંજનાને જોઇને હસતા કહ્યું તમને કયાંક પહેલા મેં જોયા છે. સંજના પણ હસવા લાગી હતી. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરપોષ્ટ કરેલ ફોટા પુછવામાં આવ્યું, ટેસ્ટ જીતવાને લઇને એક તસ્વીર સામે આવી છે. જેમાં તે ટ્રોફી સાથે જોવા મળે છે. આ દરમ્યાન લગ્નની તસ્વીરો પણ બતાવવામાં આવી હતી. એ દિવસ જીવનનો બેસ્ટ દિવસ તેણે કહ્યો હતો.

સંજના મીસ ઇન્ડીયા ફાઇનાલીસ્ટ રહી ચુકી છે. સ્પોર્ટસ પ્રેઝન્ટર પણ છે. બુમરાહ અને સંજનાના લગ્ન તાજેતરમાં ગોવામાં યોજાયા હતા.

(5:48 pm IST)