Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

કેરળ ક્રિકેટ એસો,નો મોટો નિર્ણય : સાત વર્ષના પ્રતિબંધ બાદ રણજી ટીમમાં શ્રીસંતની પસંદગી

શ્રીસંતે કહ્યું . હું પોતાના ફિટનેસ અને તુફાનને રમતમાં ફરી સાબિત કરીશ.

નવી દિલ્હી: કેરળ ક્રિકેટ સંઘ (કેસીએ)એ મોટો નિર્ણય લીધો છે. સાત વર્ષના પ્રતિબંધ બાદ સપ્ટેમ્બરમાં રાજ્ય રણજી ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર એસ શ્રીસંતને લેવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મે, 2013માં દિલ્હી પોલીસે મેચ ફિક્સિંગના આરોપમાં શ્રીસંત અને તેમના રાજસ્થાન રોયલ્સ ટીમના બે સાથી અજીત ચાંડિલા અને અંકિત છવનની ધરપકડ કરી હતી. તેના બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ લાંબી લડાઈ બાદ 2015માં દિલ્હીની એક વિશેષ કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો.
શ્રીસંતે કહ્યું કે, 'હું વાસ્તવમાં પોતાને એક તક આપવા પર કેસીએનો આભારી છું. હું પોતાના ફિટનેસ અને તુફાનને રમતમાં ફરી સાબિત કરીશ. આ તમામ વિવાદોને શાંત કરવાનો સમય છે.' હાલમાં જ કેસીએના પૂર્વ ફાસ્ટ બોલર ટીનુ યોહાનને ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. કેસીએના સચિવ સીરીથ નાયરે કહ્યું કે, તેમની વાપસી રાજ્ય ટીમ માટે એક સંપત્તિ હશે.

(11:59 pm IST)