Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

હું પાકિસ્તાન ટીમની ડાયટિશિયન,માતા કે ટીચર નથી :વીણા મલિક અને સાનિયા મિર્ઝા વચ્ચે તુતુ મેમે :ટ્વીટર જંગ છેડાયો

નવી દિલ્હી :વર્લ્ડકપમાં ભારત -પાકિસ્તાન વચ્ચે મેચ પહેલા એક કાફેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.જેમાં પાકિસ્તાના ખેલાડી જોવા મળી રહ્યા છે. તેમની સાથે સાનિયા મિર્ઝા અને તેનો પુત્ર પણ સાથે જોવા મળી રહ્યો છે. જેને લઈ ટ્વીટર પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને બિગ બૉસ કંટેસ્ટન્ટ વીણા મલિક વચ્ચે ટ્વીટર વોર થયું હતું.

પાકિસ્તાનને મળેલી હાર બાદ ફેન્સ પાકિસ્તાના ખેલાડીઓ ફિટનેસને લઈ ટ્રોલ થઈ રહ્યા છે. વીણા મલિકે ટ્વિટ કર્યુ કે, સાનિયા હું બાળકની ચિંતા કરુ છુ. બાળકને શીશા પેલેસમાં લઈ જવું તમને યોગ્ય લાગે છે. આર્ચી જંક ફૂડ માટે પ્રખ્યાત છે. જે એથલીટ્સ માટે નુકસાનકારક છે.તમને ખબર હોવી જોઈએ કારણ કે, તમે એક માં છો અને સાથે જ એક એથલિટ પણ છો.

સાનિયાએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, હું મારા બાળકને લઈ શીશા કાફે ગઈ નથી . હું મારા બાળકનું કેવી રીતે ધ્યાન રાખું છે. તેની દુનિયાએ ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાત હું પાકિસ્તાન ટીમની ડાયટિશિયન ,માતા , પ્રિન્સિપાલ કે, ટીચર નથી

(1:12 am IST)
  • લોધીકામાં ૦II ઈંચ : સૌરાષ્ટ્રના ૧૨ તાલુકામાં હળવા-ભારે ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ૪:૩૦ વાગ્યા સુધીમાં લોધીકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ઉમરાળા, વલ્લભીપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, રાજકોટ, બોટાદ, ઉના, ભેસાણ, જૂનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે. access_time 4:46 pm IST

  • બિહારમાં ગરમીનો પ્રકોપ : સરકારે ૧૪૪મી કલમ લગાવી લોકોને ગરમીના પ્રકોપથી બચાવવા ગયામાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ access_time 5:53 pm IST

  • અંબાજીમાં માર્ગ અકસ્માત : ૩ના મોત બાઈકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી : કાઠીયા ગામના એક મહિલા અને બે પુરૂષના સ્થળ પર મોત access_time 5:53 pm IST