Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં કોલંબિયાએ 12 વર્ષ પછી આર્જેટીનાએ હરાવ્યું

નવી દિલ્હી: કોલંબિયાએ કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટના ગ્રૂપ-બીના પ્રથમ મુકાબલામાં શક્તિશાળી આર્જેન્ટિનાની ટીમને ૨-૦થી પરાજય આપ્યો હતો. બ્રાઝિલના ફોન્ટ નોવા એરિના ખાતે કોલંબિયાના રોજર ર્માિટનેઝે ૭૧મી તથા દુવાન ઝપાટાએ ૮૬મી મિનિટે ગોલ કર્યા હતા. આર્જેન્ટિના સામે કોલંબિયન ટીમ ૧૨ વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વિજય હાંસલ કર્યો છે. છેલ્લે તેણે ૨૦૦૭ના વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આર્જેન્ટિનાની ટીમને હરાવી હતી. પરાજયના કારણે ૨૬ વર્ષથી ફિફા ટૂર્નામેન્ટ જીતવાની રાહ જોઇ રહેલી આર્જેન્ટિનાની ટીમની તૈયારીને મોટો ફટકો પડયો છે. ૧૯૯૩માં ટીમે છેલ્લે કોપા અમેરિકા ટૂર્નામેન્ટના સ્વરૂપે ફિફા ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારથી અત્યાર સુધી રમાયેલી ૧૭ વર્લ્ડ ટૂર્નામેન્ટમાં સાત વખત આર્જેન્ટિનાની ટીમ રનર્સ-અપ રહી હતી અને ૧૦ વખત સેમિફાઇનલ કે લીગ તબક્કામાંથી બહાર થઇ ગઇ હતી. રસપ્રદ બાબત એ છે કે મેસ્સીએ આર્જેન્ટિના માટે ચાર કોપા અમેરિકા મુકાબલા રમ્યા છે જેમાંથી ત્રણમાં ટીમને ફાઇનલમાં પરાજય મળ્યો હતો.આર્જેન્ટિનાના સુકાની લાયોનલ મેસ્સીએ મેચ બાદ જણાવ્યું હતું કે હવે સમય ફરિયાદો કરવાનો નથી. મુકાબલામાં અમને ઘણી સકારાત્મક બાબતો મળી છે. પ્રથમ હાફમાં અમે મેચના બેલેન્સવાળી રાખી હતી પરંતુ બીજા હાફમાં અમે ગોલ કરવાની ઘણી તક ગુમાવી હતી. જ્યારે અમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની નજીક હતા ત્યારે કોલંબિયન ટીમે ગોલ કર્યા હતા. અમારી આગામી મેચ પેરુગ્વે સામે છે અને તેને હરાવીને અમારે અમારી સ્થિતિ વધારે સારી કરવી પડશે.

(5:28 pm IST)