Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સ્ટોક્સ અને વોક્સ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી બહાર

લંડન :ઇંગ્લેન્ડ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી વનડે શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયા છે. 

  ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, સ્ટોક્સના સ્નાયૂ ખેંચાઈ ગયા છે. આશા છે કે તે ભારત સામે આગામી મહિને યોજાનારી ટી-20 શ્રેણી પહેલા ફીટ થઈ જશે

સ્ટોક્સ પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈસીબીના નિવેદન પ્મુજબ તે હવે બેટિંગ કરી શકે છે અને પોતાની ક્ષમતાના 90 ટકા દોડી શકે છે. તે આગામી સપ્તાહે બોલિંગ કરવાનું શરૂ કરશે.

(11:23 pm IST)