Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

યો યો ટેસ્ટમાં વિરાટ કોહલી પાસ: અંબાતી રાયડૂ થયો ફેલ

નવી દિલ્હી: ભારતીય ટીમનાં કપ્તાન વિરાટ કોહલીનું આયરલેન્ડ સામે ૨ મેચની ટી-૨૦ સીરીઝ રમવું નક્કી છે, પરંતુ મધ્યમક્રમનો બેટ્સમેન અંબાતી રાયડૂ યો યો ટેસ્ટ પાસ ના કરી શકતા તે ઇંગ્લેન્ડ પ્રવાસથી બહાર થઇ જશે. બીસીસીઆઈનાં એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, "કપ્તાન વિરાટ કોહલી સહિત બધા જ ખેલાડીઓ યો યો ટેસ્ટમાં પાસ થયા છે. ઇંગ્લેન્ડ જનારી ટીમમાં ફક્ત અંબાતી રાયડૂ જ છે જે યો યો ટેસ્ટ પાસ કરી શક્યો નથી. તેનો સ્કોર ૧૬.૧થી ઓછો હતો, જે ભારતીય ટીમનાં માનકથી ઓછો હતો. રાયડૂને ટીમની બાહર કરવામાં આવશે." 

રાયડૂએ દોઢ વર્ષ પછી ભારતીય વન ડે ટીમમાં પુનરાગમન કર્યું હતુ. IPL-૨૦૧૮માં ચેન્નાઇ સુપર કિંગ્સને જીતાડવામાં પ્રમુખ યોગદાન આપનારા રાયડૂએ ૪૩ની સરેરાશથી ૬૦૨ રન ફટકાર્યા હતા. બ્રિટેન જનારી ટીમને શુક્રવારે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી ખાતે બોલાવવામાં આવી હતી. સૌથી પહેલા કોહલી, ધોની અને ભુવનેશ્વર કુમારનો યો યો ટેસ્ટ થયો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહ, સિદ્ધાર્થ કૌલ, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ અને મનિષ પાંડે ટેસ્ટ માટે ગયા હતા. ભારતીય ટીમ ૨૭ અને ૨૯ જૂનનાં રોજ આયરલેન્ડ સામે ટી-૨૦ રમશે.

(4:17 pm IST)