Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સ્પેન સામેની ચોથી મેચમાં હારી ભારતીય મહિલા હોકી ટીમ

ભારતીય મહિલા હોકી ટીમને સ્પેને ચોથી મેચમાં ૧-૪થી હરાવ્યુ હોવાથી પાંચ મેચોની સિરીઝમાં ભારત ૧-૨થી પાછળ પડી ગયુ છે. સ્પેને ભારતને પહેલી મેચમાં ૩-૦થી હરાવ્યુ હતું તો બીજી મેચ ૧-૧થી ડ્રો રહી હતી. જો કે ભારતે ત્રીજી મેચમાં વાપસી કરતા ૩-૨થી આ મેચ જીતી હતી. ગઈકાલે ચોથી મેચમાં ભારત પરાજીત થયુ હતું. ચોથી મેચની શરૂઆતથી જ સ્પેનની ટીમ ઘણી આક્રમક રહી હતી જેનો લાભ એને મળ્યો હતો.

(3:51 pm IST)