Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ઓસ્ટ્રેલીયન બોલરો ઉપર શિકંજો કસાસેઃ ક્રિકેટ વિશ્વમાં ફરી ખળભળાટ

ર૦૧૮ બોલ ટેમ્પરીંગ વિવાદઃ બેનક્રાફટના નવા ખુલાસા બાદ ઓસ્ટ્રેલીયન બોર્ડ ફરી તપાસ કરશેઃ કેપ્ટન સ્મીથ, વા. કેપ્ટન વોર્નર અને બેટ્સમેન કેમરૂનને દંડ કરાયેલઃ નવી તપાસ સમિતિ બની

સિડની તા. ૧૮: ર૦૧૮માં દક્ષિણ આફ્રિકા ટુર દરમિયાન ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ દ્વારા કરાયેલ બોલ ટેંપરિંગ વિવાદ ફરીવાર ક્રિકેટમાં તોફાન મચાવી રહ્યું છે.

આ મામલો ત્યારે ધ્યાનમાં આવ્યો જયારે હમણા જ કેમરૂન બ્રેનક્રાફટે ખુલાસો કર્યો કે બોલ ટેમ્પરિંગ અંગે તેમના કેપ્ટન સ્મીથ, ઉપકપ્તાન વોર્નર અને બોલરોને ખબર હતી. આ ખુલાસા બાદ હવે તે ટેસ્ટ મેચમાં રમનાર ખેલાડીઓ ઉપર પણ શિકંજો કસાસે.

બેનક્રાફટે નવા ખુલાસામાં જણાવેલ કે મેં જે કર્યું તેનાથી બોલરોને ફાયદો થયો અને મને લાગે છે કે તેમને પણ આ યોજના અંગે માહિતી હતી. આ ટેસ્ટમાં થર્ડ અમ્પાયરે બેનક્રાફટને સેંડ પેપરથી બોલ ખરાબ કરતા પકડી પાડેલ. આ ટેસ્ટમાં ફાસ્ટ બોલર સ્ટોક, કમિન્સ, હેઝલવુડ, માર્શ અને સ્પીનર નાથન લીયોજન રમ્યા હતા.

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ એક તપાસ સીમતિ ગઠીત કરેલ જે બેનક્રાફટની પુછપરછ કરવા તેની પાસે પહોંચેલ. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાની રાષ્ટ્રીય ટીમોના હેડ બેન ઓલીવરે જણાવેલ કે રેબેકા મહેની આગેવાનીમાં આ તપાસ સમિતિ નીમી છે.

ઓલીવરે વધુમાં જણાવેલ કે નવી માહિતિમાં દમ છે. આ મામલાની ફરીથી તપાસ કરાઇ રહી છે. જો કોઇ પાસે આ ઘટના સંબંધીત કોઇ માહિતિ હોય તો આગળ આવી અમારી સાથે ચર્ચા કરવા પણ જણાવ્યું છે.

કોની શું ભુમિકા હતી

. સ્મિથ અને વોર્નરઃ કેપ્ટન-વાઇસ કેપ્ટને બોલ ટેમ્પરીંગની યોજના બનાવેલ.

. બેનક્રાફટઃ સેન્ડ પેપરથી બોલની સાથે ચેડા કરવાનું કામ સોંપાયેલ.

(3:06 pm IST)