Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

નરેન્‍દ્રભાઇ મોદીને ડરપોક કહેનાર શાહિદ આફ્રિદીને ગૌતમ ગંભીરનો સણસણતો જવાબઃ પાકિસ્‍તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સેના પ્રમુખ કમર બાજવા અને આફ્રિદીની જોકર કહી દીધા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે. એટલુ જ નહીં, તેણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન, સેના પ્રમુખ કમર બાજવા અને આફ્રિદીને જોકર પણ કહી દીધા છે.

આફ્રિદીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડરપોક કહેતો જોવા મળી રહ્યો છે. આફ્રિદીના આ વીડિયોની ઘણી ક્લિપ છે જેને ઘણા યૂઝરોએ કટ કરીને શેર કરી છે. હવે ગંભીરે પણ તેના અંદાજમાં આફ્રિદીને જવાબ આપ્યો છે.

ઇસ્ટ દિલ્હીથી લોકસભા સાંસદ ગંભીરે લખ્યુ, 'પાકિસ્તાનની પાસે 7 લાખ જવાન છે અને 20 કરોડ લોકો તેની પાછળ ઉભા છે, તેવુ કહેવુ છે 16 વર્ષના વ્યક્તિ શાહિદ આફ્રિદીનુ. છતા પણ કાશ્મીર માટે 70 વર્ષથી ભીખ માગી રહ્યા છે. આફ્રિદી, ઇમરાન અને બાજવા જેવા જોકર ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી વિરુદ્ધ ઝેર ઓકી શકે છે જેથી પાકિસ્તાનના લોકોને બેવકૂફ બનવતા રહે પરંતુ નિર્ણયના એક દિવસ સુધી કાશ્મીર નહીં મળે. યાદ છે ને બાંગ્લાદેશ.'

એક વીડિયોમાં આફ્રિદીએ કહ્યુ હતુ, આમ તો મોદીજી ખુબ દિલદાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ છે ડરપોક વ્યક્તિ. આટલા નાના કાશ્મીર માટે તેમણે 7 લાખની સેના ભેગી કરી છે જ્યારે પાકિસ્તાનની કુલ સેના જ 7 લાખ છે પરંતુ તેમને તે ખ્યાલ નથી કે તેની પાછળ 22-23 કરોડની ફોજ (પાકિસ્તાનની જનસંખ્યા) ઉભી છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આ પ્રકારનું ઝેર કાશ્મીરને લઈને પહેલા પણ ઓકતા રહ્યા છે. આ પહેલા જાવેદ મિયાંદાદે પણ વિવાદિત નિવેદનો આપ્યા હતા.

(5:39 pm IST)